
Kondheshwar Mahadev Temple
*શ્રી કોંઢ ના મહારાણા શ્રી વરસંઘદેવજી (વરસાજી) ના પુત્ર રાણા શ્રી ભીમદેવજી તથા તેમના રાણી કાશ્મીરાદેવીએ વિક્રમ સવંત ૧૬૬૩ ના વર્ષમાં વૈશાખ સુદ ૧૫ ને શુક્રવારના દિવસે પુવૅજોના પ્રીત્યાથૅ કોંઢેશ્ર્વર મહાહાદેવનો પ્રાસાદ (મંદિર) બંધાવ્યું એમના પુત્ર મહારાણા શ્રી કલ્યાણ સંગજી ના રાજયકાળે તે પરિપૂર્ણ થયું આજે પણ પુવૅજોની ચાલી આવતી પરંપરા મુજબ કોંઢ ગામમા વૈસાખ સુદ ૧૫ ની પાંખી રાખવામાં આવે છે,તેમ જ મહાશિવરાત્રી ના દીવસે પરંપરાગત રીતે પાલખી યાત્રા કાઢવામાં આવે છે,આ વિસ્તારમાં મહાદેવજી નો અનેરો મહિમા છે આ બાબતનો આરસ નો શીલાલેખ કોંઢેશ્ર્વર મહાદેવ મંદિર ના ગભૅગૃહમા આજે પણ મોજુદ છે,આ મંદીર ૪૧૬ વર્ષ પુરાનુ છે*
📚 *માહિતી સ્ત્રોત :- શ્રી રાજધામ ધ્રાંગધ્રા ઈતીહાસ સંશોધન શાખાના ઉપરી મારા પરદાદા બાપુ પોલીસ કમિશ્નર દાદુભા એસ.ઝાલા ધ્રાંગધ્રા સ્ટેટની હસ્તલિખિત ડાયરીમાંથી.*
📖 *કોંઢેશ્ર્વર મહાદેવ મંદિરના શીલાલેખની વાંચના :- રાણા શ્રી લકકીરાજસિંહ ઝાલા (ભાલાળા) ઉપર પ્રમુખ શ્રી ઈષ્ટદેશ ઝાલાવાડ ઈતીહાસ શંસોધન મંડલ*
✒️ *લેખન અને ફોટો :- રાણા શ્રી મયુરધ્વજસિંહજી એન.ઝાલા (સંપાદક શ્રી કોંઢ ભાયાતો ની અસ્મિતા) કોંઢ.*